Posts

Showing posts from April, 2020

Final Chapter: THE DEVI

Image
Chapter 2: Rise of Manragini ૭ વર્ષ અને ૭ માસ બાદ, "અરજણ... એ... અરજણ (થોડીવાર પછી) ઘડી આ પા' આય ભઈ, આ દેતવા તપવ,'ને હોકો બનાવ." ચારપાઈ પર બે ઓશીકાની બેડી વાળતા શમાજી બોલ્યા. જવાબ ન આવતા તે ફરીથી બોલ્યા: "એલા પભા...!!!" ઓશીકા પર કોણીનો ટેકો દઈ પગ પર પગ ચઢાવી શમાજી ચારપાઈ પર બિરાજમાન થયા. "એલા કોઈ હાંભાળ સ? કે કોનમાં પૂમડા ઘાલ્યા સ?" ઘડીવાર શાંતિ જળવાઈ રહી થોડીવાર રહી એક અસવાર ડેલીમાં પેસ્યો, ઘોડા પરથી નીચે ઉતરી તે લગામ પકડી તબેલામાં પેંઠો. એ પભો હતો. થોડીવાર બાદ તે તબેલાની બ્હાર આવ્યો. તે ધોતી પર થી માટી ખંખેરતો શમાજી પાસે આવ્યો. "જે મા બાપુ!" કે'તા તેણે શમાજીને પ્રણામ કર્યા. "એલા, હવારનો ગ્યો તો, છેક અત્યાર તૈણ વાગે ચારો લઈને આવ સ. ચ્યાં જયો તો?" "અરે બાપુ, ધારોડી હી આગર નદીનું પોણી ઉભરાયું'તુને તે રોડ નરો કાદવ કાદવ થઈ ગ્યો સ... તે છેક આમ ઘૂમીને આવવું પડયુ." "બે ઘેલા, તારો ડોહો માહ(મેહ) મહિનામાં ચમનો કાદવ થઈ જયો?" "અરે બાપુ... (જમીન પર બે પગ પર બેશી) તઈ પેલા સરકારી હોફિસરો કેનાલનું કોમ કર ...