Posts

Showing posts from January, 2023

મનોરમા દેવી (પબ્લીશર વર્ઝન)

Image
  પ્રસ્તાવના: રાજકારણના કાવાદાવામાં એણે બે જણાંને ધારિયા વડે ચીરી નાખ્યા...૨૫થી વધારે લોકોએ એના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાન ગુમાવ્યો. એક જ દિવસે ગામની ૧૦ સ્ત્રીઓ વિધવા થઇ. છતાં , પ્રશ્ન એમ નો એમ રહ્યો કોણ હતી તે ? એક કન્યા , એક સ્ત્રી , એક ગુનેગાર કે પછી એક દેવી ? એક કન્યા સામાન્ય વ્યક્તિમાંથી કેવી રીતે દેવી બને છે , એની આ વાત છે.   ઇ.સ.૧૯૩૧                                   એ દિવસે સાકેતમાં એવી ઘટના બની કે આખું ગામ ચોંકી ઉઠ્યુ. તસ્કરોએ માધવરાવની હવેલીમાં ધાડ પાડી. તસ્કરોના હાથમાં થોડાક આભૂષણો અને રેશમના પટ્ટા સિવાય કીમતી કઈ હાથમાં આવ્યું નહીં. તસ્કરોએ માધવરાવ અને તેમના પત્ની સૂઈ રહ્યા હતા. એ અવસ્થામાં ચપ્પાથી બંનેના ગળા કાપી નાખ્યા. મુખદ્વારના ચોકિયાતને માથા પર કોસ મારી તેનું માથુ ફાડી નાખ્યુ. પછીતે રખેવાળી કરતાં ચોકિયાતને ચપ્પાના ઘા મારી લોહીલુહાણ કરી નાખ્યો. તસ્કરો સામાન ઉઠાવી ભાગી ગયા.    ...